સોળ વરસ પહેલાં 2005માં વીચાર આવ્યો કે દેશવીદેશ વસેલા આપણાં ગુજરાતી પરીવારોને, બે પાનનું જીવનપોષક–પ્રેરક ‘સુવાચન’ સપ્તાહમાં એક વાર મોકલવું ‘સન્ડે ઈ.મહેફીલ’ના નામે..
અને શરુ થઈ તે ‘વાચનયાત્રા’, જે હજી ચાલુ છે.. દુનીયાભરમાં વસેલાં હજારો
ગુજરાતી પરીવારને તે નીયમીત મોકલાય છે.. જો કે હવે તે દર પંદર દીવસે એક જ વાર મોકલાય છે..
પણ ગયે વરસે 2019માં વીચાર આવ્યો કે કશીક નવી ઢબે વાચન મોકલીએ અને શરુ થઈ આ ‘મોબાઈલ સુવાચનયાત્રા.’ દર શુક્રવારે એક જ મોકલાય – મોટ્ટા અક્ષરે લખીને, જેથી સેલફોનમાંયે તે આંખને શ્રમ આપ્યા સીવાય વયસ્કોથી પણ સરળતાથી વાંચી શકાય..
કહેતાં આનંદ થાય છે કે સતત હાથમાં મોબાઈલ રાખી ફરતાં યુવકયુવતીઓ પણ આકર્ષાયાં છે.. આજે 2500 વાચકો ભાવકોનું આખું ‘ગ્રુપ’ બન્યું છે. રોજ જ ‘મને પણ મોકલજો’ના પાંચદસ વૉટસેપ મને મળે છે..
મારા પાડોશી રમેશભાઈ-અરુણાબહેનના નવયુવાન દીકરા ભાઈ નીગમ ગાંગાણીને થયું કે મારે પણ કશુંક કરવું છે, અંકલને સહાય થાય તેવું.. અને નીગમે આ કંઈક નવી વ્યવસ્થા ગોઠવી..
હવે મારી આ ૮૬ વરસની વયે, સૌને અલગથી ‘મોબાઈલ એડીશન’ની
વાચન–સામગ્રી મોકલવાનો શ્રમ ઓછો કરવાની એમની નેમ છે..
તેમાં સફળ થવાય તોયે ઘણું..
|